માનવ અધિકાર કાયદા ભવનમાં પીએચ.ડી ઓપન વાઇવામાં કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભીમાણી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિદ્યાશાખા અંતર્ગત માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના સંશોધકશ્રી શૈલેષકુમાર નારણભાઈ સાવલિયા દ્વારા "માનવ અધિકારના સંદર્ભમાં ભારતમાં ભીડ હિંસા (મોબ લિંચિંગ)ના નિવારણ માટે એક વિશ્લેષણાત્મક અભ્યાસ" શીર્ષક સાથે ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા સાહેબના માર્ગદર્શકમાં સંશોધન કાર્ય કર્યું હતું. ઓપન પીએચ.ડી વાઇવામાં કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભીમાણી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા તાજેતરમાં જ રાષ્ટ્રના ગૃહમંત્રી દ્વારા મોબ લિંચિંગ માટે સખત શિક્ષાઓની જોગવાઈ કરતા કાયદાના અમલવારીની વાત કરી હતી. તેમજ બાહ્ય નિષ્ણાંત તરીકે અમદાવાદની નાણાવટી લો કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. હિરેન પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત સંશોધનના વિષયની મહત્વતા જોતા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા ભવનના શ્રી નિશાંતભાઈ ભટ્ટી, ફેકલ્ટી ડૉ. હિરેન ચગ, સંશોધકશ્રી જીગ્નેશ પટેલ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.


Published by: Department of Human Rights & IHL

28-08-2023